તાપી 2834 કિલો પોષ ડોડા સાથે પકડાયેલા રાજસ્થાનના ક્લીનરને 14 વર્ષની જેલ અને 2 લાખનો દંડ

તાપી જિલ્લામાં NDPS એક્ટ હેઠળ એક ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો છે. જિલ્લા સ્પેશિયલ NDPS કોર્ટે પ્રથમ વખત આટલી લાંબી સજા ફટકારી છે કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે મહત્વપૂર્ણ દલીલ કરી હતી

New Update
Tapi NDPS Court

તાપી જિલ્લામાં NDPS એક્ટ હેઠળ એક ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો છે. જિલ્લા સ્પેશિયલ NDPS કોર્ટે પ્રથમ વખત આટલી લાંબી સજા ફટકારી છે. કેસની વિગતો મુજબ, તાપી જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં 2834 કિલો પોષ ડોડા ભરેલી એક ટ્રક જપ્ત કરી હતી. આ કેસમાં રાજસ્થાનના ક્લીનર બજરંગ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisment

કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે મહત્વપૂર્ણ દલીલ કરી હતી કે આટલા મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની હેરફેર યુવા પેઢીના ભવિષ્ય માટે ખતરનાક છે. આ દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી બજરંગ બિશ્નોઈને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે આરોપી પર બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Advertisment
Latest Stories