New Update
/connect-gujarat/media/post_banners/9cab26a29cbc89cd38c1832979fb58dc67246252d2d82fa3bbaea717a023adfb.jpg)
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રધામંત્રીશ્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અન્વયે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન કેથ લેબનું તેઓ લોકાર્પણ કરવાના છે. મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં જતા પહેલા અચાનક જ પોતાનો રૂટ બદલીને રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓ,લોકો વચ્ચે જઈ પહોંચ્યા હતા અને વાતચીત કરી સરકારની સેવાઓ અંગે પૂછપરછ કરી હતી.