Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રમાં આજે પણ રેડ એલર્ટ: બે દિવસ શાળા કોલેજ રહેશે બંધ

ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે આજે પણ રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ભારે વરસાદ અને રેડએલર્ટ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો

સૌરાષ્ટ્રમાં આજે પણ રેડ એલર્ટ: બે દિવસ શાળા કોલેજ રહેશે બંધ
X

ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે આજે પણ રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ભારે વરસાદ અને રેડએલર્ટ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો છે. અરબી સમુદ્રમાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા. આ તરફ હવે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ રેડએલર્ટને કારણે શૈક્ષણિક કાર્ય 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી શાળા, સ્કૂલ, કોલેજો, ITI સહિતના શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યું છે. તેવામાં હવે હવામાન વિભાગે આજે પણ ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કર્યું હોય ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.

આ તરફ આજે દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ દરિયામાં કરંટ સાથે ઊંચા મોજ ઉછળ્યાં હતા.જેને લઈ હવે રેડ એલર્ટને કારણે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રેડએલર્ટને કારણે શૈક્ષણિક કાર્ય 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શાળા, સ્કૂલ, કોલેજો, ITI સહિતના શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. નોંધનીય છે કે, 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ બુધવાર મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત આસ-પાસના વિસ્તારોમાં મોડી રાત્રે હળવાથી મધ્ય વરસાદી ઝાંપટાઓનો દૌર યથાવત રહ્યો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Next Story
Share it