New Update
/connect-gujarat/media/post_banners/bdabc8f97e96c8f71029d62a343ca06407aaef96ef6f882da4a80f04bf8030ea.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેનુ જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ સાબરકાંઠાના વિરપુરમાં આવેલા વણઝારા વાસમાં ઘર સામે ઝાડી જાખરામાં અજગર જોવા મળ્યો હતો. જેને લઈને સ્થાનિકોએ હિંમતનગરમાં રહેતા જીવદયાપ્રેમી મિતુલ ઠાકોરને જાણ કરી હતી. જેથી મિતુલ ઠાકોર રાત્રે વિરપુરના વણઝારા વાસમાં જ્યાં અજગર દેખાયો હતો ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ કાંટાળા ઝાડી જાખરા વચ્ચે છુપાયેલા અંદાજીત 10 ફૂટ લાંબા અજગરને એક મીનીટમાં પકડી લીધો હતો ત્યાર બાદ અજગરને બહાર કાઢ્યો હતો.અજગરને બેરણાના જંગલમાં સુરક્ષિત છોડી મુકવામાં આવ્યો હતો.