સાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે પરિવાર ઉઠ્યો જ નહીં..જાણો પછી શું થયું..?

સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડાછાવણીમાં 13 વર્ષની સગીરાએ પોતાના પ્રેમીને મળવા માટે લોટમાં ઘેનની ગોળીઓ ભેળવી પરિવારને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો.

New Update

સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકામાં આવેલા વેડા છાવણી ગામે અજીબો ગજબ કિસ્સો સામે આવ્યો છે. વડાલી તાલુકાના વેડા છાવણી ગામે ૧૩ વર્ષની સગીરાએ માતા પિતા સહિત ત્રણ ભાઈ બહેનને રોટલીમાં ઉંઘની ગોળી ખવડાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.પ્રેમીએ આપી પ્રેમિકાને મળવાની માટે ધમકી આપી હતી જેને લઈને પ્રેમીએ પ્રેમિકાને મળવા માટે મોટો કારસો રચ્યો હતો.13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં ઊંઘની ગોળી આપી હતી. જેથી સવારે પરિવાર ન ઉઠતા પરિવારને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રેમમાં પાગલ પોતાની દીકરીએ પરિવારને ઉંઘની ગોળીઓ ખવડાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પોતાના પિતાએ સગીર વયની દીકરી સામે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વડાલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories