/connect-gujarat/media/post_banners/7a4b3482da69fd2f1e6e339ad4f33e6233c937b44a787df5c1c9989b756945c3.jpg)
સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય જીલ્લાઓમાં ધાડ, લૂંટ, ચોરી સહિતના ગુન્હાઓને અંજામ આપતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત એક કિશોરને ઝડપી પાડી સાબરકાંઠા જિલ્લા પોલીસે 26 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.
સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 26 ગુન્હાઓને અંજામ આપી લૂંટ, ઘાટ, ઘરફોડ, વાહન ચોરી, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી. જેને લઈને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લા એલ.સી.બી. અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ આરોપીઓ રાત્રીના સમયે ચોરીની બાઈક સાથે નિકળી પડતા હતા, અને એકલ દોકલ બાઈક ચાલકને નિશાન બનાવીને લૂંટ ચલાવતા હતા. ઉપરાંત રોકડ રકમ કે, સોના ચાંદીના-દાગીનાની પણ ચોરી કરતાં હતા. પોલીસે 2 આરોપીઓ પાસેથી 3 બાઈક, 2 મોબાઈલ, સોનાની 1 ચેન, 2 વીંટી, 1 ચુની, ચાંદીના છડાની 1 જોડ, 1 લેપટોપ મળી કુલ 2,56,690 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જોકે, બન્ને આરોપીઓની વધુ પુછપરછમાં અન્ય 5 આરોપીઓના નામ ખુલ્યા છે. જેમાં આરોપી રામલાલ મણાત અસંખ્ય ચોરી તથા લૂંટના ગુન્હામાં અગાઉ પણ ઝડપાયેલ હતો, અને ભગવાન ઢુહા, વિનોદ મનાત, ગણેશ ઢુહા, જીતેન્દ્ર ઉર્ફે લાલો તથા પપ્પુ ઢુહા હજી પોલીસ પકડથી દૂર છે.