સાબરકાંઠા : દલપુરમાં ફાઈનાન્સ કર્મચારી પાસેથી રૂ. 7.88 લાખની લૂંટ મચાવનાર 6 શખ્સો ઝડપાયા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી.

New Update
  • પ્રાંતિજના દલપુર નજીક થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

  • ફાઈનાન્સ કર્મચારી પાસેથી થઈ હતી 7.88 લાખની લૂંટ

  • લૂંટારુઓએ આંખમા મરચાનો પાવડર નાંખી ચલાવી લૂંટ

  • પોલીસે મુદામાલ સહિત 6 આરોપીઓની અટકાયત કરી

  • 9 દિવસમાંજ પોલીસે આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી. લૂંટની ઘટનાને લઈને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી 6 આરોપીઓની ધરપકડ કરી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલ બાઈક સવાર ફાયનાન્સ એજન્ટને આંખમાં મરચું નાખીને માથામાં લાકડી ફટકારી નીચે પાડી દઈ લૂંટ આચરવામાં આવી હતી. આ દરમિયાન તેના પાસે રહેલા રૂ. 7.88 લાખ રોકડ રકમની લૂંટ આચરવામાં આવી હતી. લૂંટની ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા લૂંટની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી આધારે પોલીસે લૂંટારુઓનું પગેરું શોધી કાઢ્યું હતું. પોલીસ દ્વારા 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેઓની પાસેથી રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરાઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Latest Stories