Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલ સામે પ્લાસ્ટીકના વેસ્ટ કચરામાં લાગી આગ, ફાયર વિભાગ દોડતું થયું..!

મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ સામે પ્લાસ્ટીકના કચરાના ઢગમાં મોડી રાત્રે આગ લાગતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ. જે છ દિવસે પૂર્ણ થયું હતુ. બીજી તરફ નગરપાલિકા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની મુહિમ ચલાવી રહ્યું છે. ત્યારે હિંમતનગરમાં હડીયોલ ગામની સીમમાં નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે. જેની સામે ખુલ્લી જગ્યામાં આખાય ગામનો અને આજુબાજુનો પ્લાસ્ટીકનો કચરો ઠલવાય છે. આ જગ્યામાં મોડી રાત્રે અચાનક પ્લાસ્ટીકના ઢગલાઓમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ વધુ પ્રસરી જતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અંદાજે 2000 લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી અઢીથી ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story