Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં પાર્ક કરેલી કારમાં લાગી અચાનક આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ R&Bની ઓફીસ નજીક કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી,

સાબરકાંઠા : હિંમતનગરમાં પાર્ક કરેલી કારમાં લાગી અચાનક આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ R&Bની ઓફીસ નજીક કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી, ત્યારે બનાવના પગલે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સબજેલ સામે R&B ઓફીસ નજીક વ્હોરવાડ જવાના માર્ગ પર રોડ સાઈડે પાર્કિંગ કરેલી એક કારમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા ધુમડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જે અંગેની જાણ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગેની વિગત એવી છે કે, સબજેલ સામે વ્હોવાડમાં જવાના માર્ગ પર રોડ સાઈડે મહમદ બીલાલ મહમદ યુસુફ ડોઇની કાર પાર્કિંગ કરી હતી. આ દરમિયાન અચાનક કારમાં આગળના ભાગમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને લઈને સ્થાનિક રહીશોએ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

Next Story