Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: મહિલાએ સરપંચ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું,ડિપોઝિટ પેટે પરચુરણનો ઢગલો કરતા અધિકારીનો છૂટ્યો પરસેવો

ડીપોઝીટ ભરવા માટે લાવેલ પરચુરણના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી તો પરચૂરણ જોઈને અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા

X

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ફતેપુરા ખાતે ગામ પંચાયતની ચુંટણીને લઈને એક મહિલા પોતાના સમર્થકો સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને સરપંચ માટે નુ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ તો ડીપોઝીટ પેટે આપવામા આવતી રકમ સાથે લાવેલ પરચુરણ દ્વારા ભરતા રકમ ગણતા અધિકારીનો પરસેવો છુટી ગયો હતો

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામા આવેલ ગ્રામપંચાયતોની ચુંટણી માટે હાલ સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવામા આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ તાલુકામા સરપંચ થવા માટે હાલતો સરપંચ ઉમેદવારો નો રાફડો ફાટયો છે અને તેની સાથે ટેકેદારો પણ ઉપસ્થિત રહેતા તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત ઉમેદવારો તથા ટેકેદારો ના ટોળી ટોળા ઉમટી પડતા હતા તો પ્રાંતિજ તાલુકાના ફતેપુર ખાતે રહેતા ભગવતી બેન મુકેશભાઈ પંચાલ કે જેવો પોતાના સર્મથકો સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પોતે પોતાનુ સરપંચ માટેનુ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ તો તેઓએ પોતાની ડીપોઝીટ ભરવા માટે લાવેલ પરચુરણના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી તો પરચૂરણ જોઈને અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા અને પરચુરણ ગણતા પરસેવો છુટી ગયો હતો.

Next Story