/connect-gujarat/media/post_banners/50e572cad86c119f8fab6dff5c2bcba04a8216228e3a4b08cd42418607088be5.jpg)
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે મકાનમાં ગેસ લીકેજની ઘટનામાં બ્લાસ્ટ થતાં ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે મકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. વણકરવાસના મકાનમાં આધેડે વહેલી સવારે લાઇટની સ્વીચ ચાલુ કરતા જ મકાનમાં બ્લાસ્ટ થયો હતો, ત્યારે આધેડ શરીરે દાઝી જતાં પ્રથમ હિંમતનગર સિવિલ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ધડાકો થવા સાથે જ ઘરમાં આગ પ્રસરી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બ્લાસ્ટ થતા મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાક થઈ જતાં મોટું નુકસાન થયું છે. બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાને લઈને ઘરની છત પર મોટી તિરાડો પડી હતી. તેમજ આજુબાજુના પડોશીઓના ઘરમાં પણ તિરાડો પડી હતી, ત્યારે હાલ તો સમગ્ર મામલે વડાલી પોલીસ તેમજ FSL દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.