સાબરકાંઠા : પ્રાંતિજના બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારની ટાંકીમાં બ્લાસ્ટ, એક ઈસમ દાઝ્યો...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારની ટાંકીમાં બ્લાસ્ટ, એક ઈસમ દાઝ્યો...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી. તો એક ઈસમ દાઝી જતાં શરીરે નાની મોટી ઇજા પહોચી હતી.

સાબરકાંઠાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ એસ્સાર પેટ્રોલ પંપ પર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીને ગેસ કટરથી કાપવામાં આવતી હતી, તે વેળા અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, ભંગાર ટાંકીનું 300 કિલોનું ઢાંકણુ હવામાં ઉડીને બાજુમાં આવેલ 30 ફૂટ દૂર કોમ્પલેક્ષમાં જઈ પડ્યું હતું. તો પેટ્રોલ ટાંકીમાં અચાનક બ્લાસ થતાં એક ઈસમ પણ શરીરે દાઝ્યો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, આજુબાજુમાં આવેલ સોસાયટીઓ તથા કોમ્પલેક્ષમાંથી લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ, બ્લાસ્ટમાં મોટી જાનહાની ટળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories