Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજમાં કારનો કાચ તોડી રૂ. 2 લાખથી વધુના દાગીનાની ચોરી, પોલીસ તપાસ શરૂ...

હિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા : પ્રાંતિજમાં કારનો કાચ તોડી રૂ. 2 લાખથી વધુના દાગીનાની ચોરી, પોલીસ તપાસ શરૂ...
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામનો પરિવારની હિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના અંબાવાડા ખાતે રહેતા જીજ્ઞેશકુમાર ભીખાલાલ પટેલ કે, જેઓના ભાણાનું લગ્ન હોય તેઓ હડીયોલ ખાતે પોતાની કારમાં પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા, અને હડીયોલ ખાતે ભાગ્યશ્રી સોસાયટી નજીક પોતાની કાર નંબર GJ-09-BE-1124 કાર પાર્ક કરી હતી. 10 મીનીટમાં જ તેઓ પરત ફરતા કારની પાછળના દરવાજાનો કાચ તોડી કારમાં રહેલ કપડાના થેલા તથા પર્સમાં રહેલ અંદાજિત રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે જીજ્ઞેશ પટેલે હિંમતનગર એ' ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story