Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં ઊંટ બન્યું તોફાની, જીવદયા પ્રેમીઓએ રેસક્યું કરી આપી સારવાર...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક ઊંટને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તોફાની બન્યું હતું. ઊંટ તરફડીયા મારતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક ઊંટને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તોફાની બન્યું હતું. ઊંટ તરફડીયા મારતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી, ત્યારે કરૂણા એનિમલ હેલ્પલાઈનની ટીમ દ્વારા ઊંટનું રેસક્યું કરી યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

હિંમતનગર શહેરના મહાવીરનગરના ખેડ-તસિયા રોડ પર એક ઊંટે જાહેર માર્ગ પર તોફાન મચાવવાનું શરૂ કર્યું હતું. જેને પગલે આસપાસના સ્થાનિકોમાં ભારે અફરાતફરી મચી હતી. ઊંટ તોફાની બન્યો હોવાની જાણ લોકોએ કરૂણા એનિમલ હેલ્પલાઈનની ટીમને કરી હતી, ત્યારે આ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. ત્યારબાદ ભારે જહેમત સાથે દોરડા વડે બાંધી ઊંટનું રેસક્યું કરી તેને યોગ્ય સારવાર આપી હતી. કરૂણા હેલ્પલાઈનની ટીમે સારવાર કરતાં ઊંટ સ્વસ્થ થયું હતું. જોકે, વેટરનરી ડોક્ટરના જણાવ્યા અનુસાર, કોઈક ખોરાક આરોગતા પોઈઝનિંગની અસર હોવાના કારણે ઊંટ તોફાની બન્યું હતું. ઊંટના મોઢાના ભાગે પણ ગંભીર ઈજાઓ હતી, ત્યારે જીવદયા પ્રેમીઓની ટીમ અને કરૂણા એનિમલ હેલ્પલાઇનની ભારે જહેમત બાદ ઊંટને સારવાર આપવામાં સફળતા મળી હતી.

Next Story