સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી ટાવર સુધી વિવિધ બેનરો સાથે અને મોંઘવારી પ્રદર્શન કર્યું હતું. જોકે કોંગ્રેસ મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
દિનપ્રતિ દિન મોંઘવારી વધી રહી છે. જેને લઈને ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે. જોકે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસના શાસનમાં ગેસનો ભાવ ૪૦૦ જેટલો હતો. અને ભાજપના શાસનમાં ગેસનો ધરખમ ભાવમાં વધારો થયો છે. પ્રધાનમંત્રી ઉજવલા યોજનમાં ગેસ ૧૦૦ રૂપિયામાં આપવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે મોંઘવારીને લઈને અને ગેસના ૧ હજાર વધુ ભાવ હોવાથી મધ્યમ અને ગરીબ પરિવારે ગેસની બોટલ ભરાવી શકે તેમ નથી. જેને લઈને કોંગ્રેસની મહિલાઓ મોંઘવારીના વિવિધ બેનરો લઈને કોંગ્રેસ કાર્યલાયથી વિવિધ રાંધણ ગેસ અને સગડી માથે લઈને હિંમતનગરના ટાવર ચોક ખાતે વિરોધ કર્યો હતો. અને મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસની મહિલાઓ વિરોધ કરતાં જ પોલીસે ૨૫ વધુ મહિલાઓની અટકાયત કરી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.