Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઇડરના કલ્યાણપુરની દિકરીની ઉંચી ઉડાન, માત્ર 25 વર્ષની વયે બની DYSP

અમે આજે તમને બતાવીશું એક એવી યુવતી કે જે માત્ર 25 વર્ષની વયે ડીવાયએસપી બની ગુજરાત પોલીસનો હિસ્સો બની છે...

X

રાજયના અનેક યુવક અને યુવતીઓ પોલીસ વિભાગમાં ભરતી થવા માટે તનતોડ મહેનત કરી રહયાં છે ત્યારે અમે આજે તમને બતાવીશું એક એવી યુવતી કે જે માત્ર 25 વર્ષની વયે ડીવાયએસપી બની ગુજરાત પોલીસનો હિસ્સો બની છે...

સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલું કલ્યાણપુર ગામના દેસાઇ પરિવારની દિકરી મનીષા માત્ર 25 વર્ષની વયે ડીવાયએસપી બન્યાં છે. મનીષા દેસાઇ અત્યાર સુધીમાં ત્રણ જગ્યાએ સરકારી નોકરીમાં ફરજ બજાવી ચુકયાં છે. તેમણે 22 વર્ષની ઉમંરે સિવિલ એન્જિનીયરીંગનો અભ્યાસ પુર્ણ કર્યો પણ મનીષા દેસાઇનું સ્વપ્ન પોલીસ વિભાગમાં ભરતી થવાનું હતું. સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે જીપીએસસીની પરીક્ષા આપવાનું નકકી કર્યું અને 2018-19માં પ્રથમ પ્રયાસે જ જીપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી ત્યાર બાદ તેઓ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષામાં ઉર્તિણ થયાં. તેમણે અંજારમાં પોસ્ટીંગ મળ્યું.. મનીષા દેસાઇનું શમણું તો પોલીસ વિભાગમાં ભરતી થવાનું હતું તેથી તેમણે પોલીસની પરીક્ષા આપી અને આજે તેઓ ડીવાયએસપી બની ગયાં છે. તેમની આ સિધ્ધિથી માલધારી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહયો છે.

મનીષા દેસાઇ હાલ પરિવાર સાથે ગાંધીનગર ખાતે રહે છે. તેઓ અભ્યાસની સાથે ઇતર પ્રવૃતિઓમાં પણ રૂચિ ધરાવે છે. તેઓ કોલેજમાં અભ્યાસ દરમિયાન ગરબા સ્પર્ધામાં ભાગ લેતાં હતાં અને તેમાં તેઓ અનેક ઇનામો પણ મેળવી ચુકયાં છે. આજે તેમણે કલ્યાણપુર ગામ તથા સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Next Story