સાબરકાંઠા: દાંતીયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે મોડલ ફાર્મિંગ તરફ વળ્યા,અન્ય ખેડૂતોને પણ આપે છે સમજ

.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે.

New Update
સાબરકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત
દાંતીયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
મોડલ ફાર્મિંગનો કરે છે ઉપયોગ
શાકભાજી અને ફ્રૂટની કરે છે ખેતી
અન્ય ખેડૂતોને પણ આપે છે સમજ
સાબરકાંઠાના પોશીનાના દાંતીયાના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી મોડલ ફાર્મિંગ કરે છે.સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવા તાલીમ આપે છે સાબરકાંઠા જિલ્લાના આદિજાતી વિસ્તાર પોશીના તાલુકાના દાંતીયા ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતીભાઇ ખાંટ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી તેમની એક એકર જમીનમાં મોડલ ફાર્મિંગ કરે છે.આ અગે કાંતિભાઇએ જણાવ્યું હતું કે  છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે.
આ વર્ષે તેમણે મોડેલ ફાર્મિંગ અંતર્ગત પોતાના ખેતરમાં આંબા, દાડમ, જામફળ, લીંબુ વાવ્યા છે. સાથે મગફળી, મકાઇ, કપાસ ,શાકભાજી વગેરેનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં રીંગણ, બટાકા, મરચા, ભીંડા, ગવાર વગેરે મીક્ષ પાકમાં કરે છે. આ સાથે ઘઉં બાજરી મકાઇ વગેરેનું વાવેતર કરે છે.
દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે. તેમજ મોડેલ ફાર્મિંગ માટે ફળાઉ વૃક્ષ માટે રૂ. 13,500ની સહાય મેળવી છે...
Latest Stories