સાબરકાંઠા : પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો ખેડૂત પરિસંવાદ...

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતીમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામે પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ પરિસંવાદ યોજાયો હતો.

New Update

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અને સેવ સોઇલ અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતીમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામે પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ પરિસંવાદ યોજાયો હતો. જેમાં કૃષિકારો સાથે વાર્તાલાપ કરી અનુભવોની વિગતો મેળવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતુ કે, રાસાયણિક ખેતી પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિનઉપજાઊ બની જાય છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. એટલું જ નહીં, તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે, અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલએ સમજાવ્યું હતુ. ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે. તેમ જણાવતાં રાજ્યપાલે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનું પ્રેરક બનશે એવો રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

#Sabarkantha #Governor Acharya Devvrat #Seminar #save soil #natural farming #Gujarat #farmers
Here are a few more articles:
Read the Next Article