-
હિંમતનગરમાં બની ચોંકાવનારી ઘટના
-
પિતા અને પિતરાઈ ભાઈનું શર્મનાક કૃત્ય
-
નાણાકીય મામલે દીકરીનું કર્યું વેચાણ
-
દીકરીને રાજસ્થાનમાં રૂ.4 લાખમાં વેચી દીધી
-
પોલીસે દીકરીને મુક્ત કરાવી આરોપીઓની કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર ડેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે નાણાકીય મામલે બાળકીનો વેચાણ કરવાના મામલે નવો ખુલાસો સામે આવ્યો હતો, ચાર લાખ રૂપિયામાં પિતા અને બાળકીના પિતરાઈ ભાઈએ રાજસ્થાન રાજ્યના અલવર ખાતે બાળકીને વેચી દીધી હતી. બાળકી 18 વર્ષની થયા બાદ વેચાણ રાખનારના દિકરા સાથે લગ્ન માટેનો કરાર પણ કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીનો કેસ સામે આવ્યો છે,ખુદ બાળકીના પિતા અને પિતરાઈ ભાઈએ બાળકીને રાજસ્થાન ખાતેના અલવરમાં ચાર લાખ રૂપિયા જેટલી રકમમાં વેચાણ આપી હતી,સમગ્ર મામલે પ્રથમ તો પરિવાર સમગ્ર મામલો ઉજાગર થતાં 60 હજાર રૂપિયાના લેતીદેતી મામલે મોડાસાના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી,પરંતુ આ સમગ્ર ફરિયાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે,જેમાં બાળકીના પિતરાઈ ભાઈને 1 લાખ 60 હજાર રૂપિયા જેટલું દેવું થતા બાળકીના પિતા અને તેના પિતરાઈ ભાઈ સહિતના વ્યક્તિઓએ સમગ્ર ઈરાદાપૂર્વક નું આયોજન કરવામાં આવ્યું હતું.
પાંચ માસ અગાઉ બાળકીના પિતા તેના પિતરાઈ ભાઈ અને કુટુંબીજનો દ્વારા અલવરના ઉમેદ નટને ચાર લાખ રૂપિયામાં વેચાણ કરવાનું નક્કી કર્યું હતું.પાંચ મહિના સુધી આ મામલે આસપાસના લોકો તેમજ સમાજના લોકો અજાણ હતા,પરંતુ બાળકી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી,તે સ્કૂલના શિક્ષક દ્વારા બાળકી પાંચ મહિનાથી સ્કૂલમાં ન આવતી હોવાના કારણે પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.આ સમગ્ર મામલો ઉજાગર થયા બાદ તેની માતા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જોકે પોલીસે ફરિયાદ નોંધવા માટે તેના પરિવારજનોનું અવારનવાર સંપર્ક કર્યો હતો,પરંતુ પરિવારજનો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ખાતે આવતા ન હોવાના કારણે ખુદ પોલીસ જ ફરિયાદી બની અને તપાસ હાથ ધરી હતી.પોલીસે તપાસ હાથ ધરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે.જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે. આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે,તમામ આરોપીઓ બાળકીના સગા છે.પોલીસ તપાસમાં બાળકીને કરાર કરીને વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે.વેચાણ રાખનાર આરોપી રાજસ્થાનના અલવર ખાતેના ઉમેદ નટ દ્વારા બનાખત જેવું લખાણ કર્યું હતું.જેમાં લખવામાં આવ્યું હતું કે બાળકી 18 વર્ષની થાય બાદમાં આરોપી ઉમેદ નટના દીકરા સાથે લગ્ન માટેનું લખાણ થયું હતું.પોલીસ બાળકીને રાજસ્થાનના અલવર ખાતેથી સહી સલામત હિંમતનગર ખાતે લઈ આવી છે.આ ઘટનામાં બાળકીના પિતા અને તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાલમાં ચાલી રહી છે.
બાઈટ: