/connect-gujarat/media/post_banners/3361bd7a4b087a86b331a18b972687992669ad3493d613ce03b9342f8ccab89e.webp)
અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટ-માં આગ લાગવાની ઘટના બનાવ સામે જિલ્લાની સિવિલ હોસ્પીટલમાં આવો કોઇ બનાવ ન બને તેની સાવચેતીના પગલે સાબરકાંઠા જિલ્લામાં જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ફાયર મોકડ્રીલ અને ફાયર સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ ફાયર મોકડ્રીલ હોસ્પિટલના બેઝમેંન્ટમાં “લાઈવફાયર’ સળગાવીને સ્ટાફ ધ્વારા ફાયર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.તેમજ સ્મોકના કારણે એક વ્યક્તિનું રેસક્યું કર્યુ હતુ જેને એમ્બુલન્સ ધ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં અને સ્ટાફ રહેણાક વિસ્તારમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું ટેસ્ટિંગ કરીને મેડિકલ કોલેજના સ્ટાફને કઈ રીતે આપાતકાલીન સ્થિતિમાં બચાવ કાર્ય કરી શકાય તેનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ફાયર મોકડ્રિલ અને ફાયર સિસ્ટમ ટેસ્ટિંગમાં ડીન ડૉ.રાજીવ દેવેશ્વર,મેડિકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ડૉ. પરેશ શીલાદરિયા, આસિસ્ટન્ટ ડીન ડૉ.જાધવ,વહીવટી હિસાબી અધિકારીશ્રી પી.બી.ડામોર, ડો.વિપુલ જાની અને ફાયર ઓફિસરશ્રી નઝર અલી મસુ અને તેમની સમગ્ર ટીમે ઉપસ્થિત રહી ફાયર મોકડ્રિલ અને ફાયર સિસ્ટમનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું.