-
પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવ યોજાયો
-
122 યુગલોએ પ્રભુતામાં પાડ્યા પગલા
-
સાંસદ શોભના બારૈયા દ્વારા કરાયું આયોજન
-
મુખ્યમંત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
-
CMએ નવયુગલોને પાઠવી શુભેચ્છા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે આજે સાંસદ વ્હાલી દિકરી સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યા હતુ.જેમાં 122 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,દિવ દમણ,દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ, અન્ન પુરવઠા પ્રધાન સહિત સાબરકાંઠા અરવલ્લીના ધારાસભ્યો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 122 યુગલોને કન્યાદાનની તમામ કીટ સહિત પાનેતર આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવનું આયોજન જીલ્લાના સાંસદ શોભના બારૈયા અને તેમના પતિ પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.સમુહ લગ્નોત્સવમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રખાયું હતું, અને શાંતિપૂર્ણ રીતે સમુહ લગ્નોત્સવ પૂર્ણ થયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ નવયુગલોને આશીર્વાદ આપીને લગ્ન જીવનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.