-
હિંમતનગરમાં મિડીયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
-
ફિટ ઇન્ડિયા ફિટ મિડીયા અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન
-
રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયું હેલ્થ ચેકઅપ
-
માહિતી વિભાગના સહયોગથી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો
-
હિંમતનગરના મિડીયાકર્મીઓએ કેમ્પનો લીધો લાભ
ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મિડીયા અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ફરજ બજાવતા મિડીયાકર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટી તેમજ માહિતી વિભાગના સહયોગ થી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મિડીયા અંતર્ગત જિલ્લા માહિતી વિભાગ તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા મિડીયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપનું નિ:શુલ્ક આયોજન કરાયું હતું. જે અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા મિડીયાકર્મીઓ માટે વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ સહિત એક્સરે અને હૃદય સંબંધી ટેસ્ટ કરાયા હતા.
જોકે આ તબક્કે વાત કરતા રેડ ક્રોસ સોસાયટીના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાનો કોન્સેપ્ટ ખુબ જ મહત્વનો છે.મિડીયાએ દેશનો ચોથો આધાર સ્તંભ છે ત્યારે તેનું ફિટ રહેવું પણ એટલું જ જરૂરી છે.જે અંતર્ગત આજે યોજાયેલો આ હેલ્થ ચેકઅપનો કેમ્પ મિડીયાકર્મીઓની ફિટનેસ સહિત જાગૃતિ લાવવા પણ મહત્વનો ભાગ ભજવશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.