New Update
સાબરકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ
પ્રાંતિજ તાલુકામાં નુકશાન
ખેતીના પાકમાં મોટાપાયે નુકશાન
શાકભાજી સહિતનો પાક ધોવાય ગયો
સરકાર સહાય ચુકવે એવી માંગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામા આ વર્ષે વધુ વરસાદના કારણે શાકભાજી સહિતનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે
આ વર્ષે સારા વરસાદ ને લઈને સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમા ખુશી જોવા મળી રહી છે અને ખાલી ખમ નદી નાળા તળાવ ભરાઈ ગયા છે તો બીજી બાજુ વધુ વરસાદ ને લઈ ને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમા પાણી ભરાતા મોટા ભાગનો પાક પાણીમા ગરકાવ થતા કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પડી ગયો છે.
પ્રાંતિજ સહિત તાલુકામા મોટાભાગે શાકભાજીમા ફ્લાવર-કોબીજનો પાક થતો હોય છે જેમા મોટા ભાગનો ફ્લાવર કોબીજનો ધરુ વરસાદી પાણીમા કોહવાઈ ગયો છે તો ચોપણી કરીને તૈયાર થયેલ પાકમા પણ ખેતરોમા પાણી ભરાયેલુ રહેતા કોહવાઈ જતા આ વર્ષે વધુ વરસાદને લઈને ધરતી પુત્રોએ મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે