ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ
લક્ષ્મીપુરા, ગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય
700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના
વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા
નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છે, જેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકે, અડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.