સાબરકાંઠા : 11 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું હિંમતનગર, શાળાના વિદ્યાર્થીઓએ કરી દિવાળીની ઉજવણી...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11 હજાર દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update

હિંમતનગર ખાતે દિવાળી પર્વ ભવ્ય ઉજવણી કરાય

હિંમતનગરની ગ્લોરિયસ સ્કુલના મેદાનમાં આયોજન

11 હજાર દીવડાઓ પ્રગટાવી ભવ્ય આતશબાજી કરાય

દીવડાઓમાં રૂની દિવેટો અને 80 લીટર તેલનો વપરાશ

સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓવાલીઓશિક્ષકો જોડાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11 હજાર દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાયત્રી મંદિર નજીક આવેલ ગ્લોરિયસ સ્કુલના મેદાનમાં છેલ્લા 7 વર્ષથી ક્રમશઃ 1500250035004500 અને ગત વર્ષે 8 હજાર દીવડાઓ પ્રગટાવ્યા હતાત્યારે આ વર્ષે 11 હજાર દીવડાઓ થકી મેદાનમાં મહાલક્ષ્મી માતાજીશંખસ્વસ્તિક જેવી પ્રતિકૃતિ શિક્ષકોવિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ સાથે જ ભગવાન શ્રીરામ અને હનુમાનજીની 18 x28 ફૂટમાં 28 કિલો અલગ અલગ રંગોનો ઉપયોગ કરી ચિત્રાંકન કરવામાં આવ્યું હતું. આ 11 હજાર દીવડાઓમાં રૂની દિવેટો અને 80 લીટર તેલનો વપરાશ કરવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓવાલીઓશિક્ષકો અને સંસ્થાના તમામ આગેવાનો દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા. 11 હજાર દીવડાઓની પ્રતિકૃતિ સાથે આકાશી નજારો પણ કઈક અલગ જોવા મળ્યો હતો. ત્યારબાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)