હિંમતનગર ખાતે દિવાળી પર્વ ભવ્ય ઉજવણી કરાય
હિંમતનગરની ગ્લોરિયસ સ્કુલના મેદાનમાં આયોજન
11 હજાર દીવડાઓ પ્રગટાવી ભવ્ય આતશબાજી કરાય
દીવડાઓમાં રૂની દિવેટો અને 80 લીટર તેલનો વપરાશ
સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો જોડાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11 હજાર દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાયત્રી મંદિર નજીક આવેલ ગ્લોરિયસ સ્કુલના મેદાનમાં છેલ્લા 7 વર્ષથી ક્રમશઃ 1500, 2500, 3500, 4500 અને ગત વર્ષે 8 હજાર દીવડાઓ પ્રગટાવ્યા હતા, ત્યારે આ વર્ષે 11 હજાર દીવડાઓ થકી મેદાનમાં મહાલક્ષ્મી માતાજી, શંખ, સ્વસ્તિક જેવી પ્રતિકૃતિ શિક્ષકો, વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ સાથે જ ભગવાન શ્રીરામ અને હનુમાનજીની 18 x28 ફૂટમાં 28 કિલો અલગ અલગ રંગોનો ઉપયોગ કરી ચિત્રાંકન કરવામાં આવ્યું હતું. આ 11 હજાર દીવડાઓમાં રૂની દિવેટો અને 80 લીટર તેલનો વપરાશ કરવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંસ્થાના તમામ આગેવાનો દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા. 11 હજાર દીવડાઓની પ્રતિકૃતિ સાથે આકાશી નજારો પણ કઈક અલગ જોવા મળ્યો હતો. ત્યારબાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.