Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરની હાથમતી નદી કેનાલમાં ખદબદતી ગંદકી, સિંચાઈ વિભાગ દ્વારા કરાશે સાફ-સફાઈ..!

હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાસમતી કેનાલ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. જેને લઇને સિંચાઇ વિભાગ દ્વારા કેનાલને સફાઈ કરવાનું નક્કી કર્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી હાથમતી નદી કેનાલમાં ગંદકીના ઢગને લઈને સિંચાઈ વિભાગ દ્વારા સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જોકે, શહેરના ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરવા માટે પાલિકાને નોટિસ આપ્યા બાદ ગંદુ પાણી બંધ થાય તો કેનાલમાં સાફ-સફાઈ કરી શકાશે, તેવું સિંચાઈ વિભાગનું કહેવું છે.

હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. જેને લઇને સિંચાઇ વિભાગ દ્વારા કેનાલને સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, કેનાલમાં ગંદકીને લઈને નગરપાલિકાને નોટિસ પાઠવવામાં આવી હતી. શહેરનું ગટરનું પાણી કેનાલમાં ઠાલવવામાં આવે છે. જેને લઇને સિંચાઇ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ આપીને ગટરનું પાણી બંધ કરે તો કેનાલમાં સફાઈ કરી શકાય. ચોમાસા પહેલા કેનાલને સાફ-સફાઈ કરવા સિંચાઈ વિભાગે નક્કી કર્યું છે. તો બીજી તરફ, કેનાલમાં ગંદકીને લઈને પાણી બંધ ન હોવાના લઈને સિંચાઈ વિભાગ દ્વારા હાલ સફાઈનું કામ બંધ રાખવામાં આવ્યું છે. ખેતી માટે હાથમતી નદી કેનાલમાંથી ખેડૂતને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, ત્યારે કેનાલમાં ગંદકીને લઈને સાફ-સફાઈ કરવી તે હાલ પ્રશ્ન બની રહ્યો છે. પાલિકાને નોટિસ આપીને પણ જાણ કરવામાં આવી છે કે, શહેરના ગટરનું પાણી બંધ કરે જેથી કેનાલમાં સાફ-સફાઈ થઈ શકે છે. સિંચાઈ વિભાગ દ્વારા હાથમતી વિયરથી મોતીપુરા સુધી 3 કિલોમીટર કેનાલની સફાઈ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે, અને અલગ અલગ ભાગમાં જેસીબી વડે કેનાલમાંથી કચરો કાઢી ટ્રેક્ટરમાં ભરી નિકાલ કરવામાં આવશે, ત્યારે પાલિકા દ્વારા ગટરનું પાણી બંધ કરવામાં આવે ત્યારે સફાઈ કરી શકાય તેવું સિંચાઈ વિભાગે જણાવ્યુ હતું.

Next Story