સાબરકાંઠા : વિજયનગરમાં એસટી. ડેપોની માંગણી સંતોષવા સ્થાનિકોનું ઉપવાસ આંદોલન...

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકો જાહેર થયે વર્ષો વિત્યા હોવા છતાંય આજદિન સુધી અહી એસટી. બસ સ્ટેન્ડ નિર્માણ પામ્યું નથી,

સાબરકાંઠા : વિજયનગરમાં એસટી. ડેપોની માંગણી સંતોષવા સ્થાનિકોનું ઉપવાસ આંદોલન...
New Update

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકો જાહેર થયે વર્ષો વિત્યા હોવા છતાંય આજદિન સુધી અહી એસટી. બસ સ્ટેન્ડ નિર્માણ પામ્યું નથી, ત્યારે લોક માંગણી સંતોષવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકો ઉપવાસ પર બેઠા હતા.

સાબરકાંઠાના વિજયનગરમાં એસટી. ડેપોના પ્રશ્ને અગાઉથી આપવામાં આવેલ અલટીમેટમના પગલે પાલ-દઢવાવ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરવામા આવ્યો હતો. અગાઉ અનેકવાર મુખ્યમંત્રી સુધી આ મુદ્દે આવેદન પત્ર દ્વારા તમામ સંગઠનોએ એક અવાજે એસટી. ડેપો માટે રજૂઆતો કરી હતી. પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ આદિજાતિ પછાત રાજ્યના વિજયનગરમાં એક એસટી. ડેપોની જરૂરિયાત સંતોષવામાં ન આવતા વેપારીઓ, આગેવાનો અને નાગરિકો સત્યાગ્રહ આદર્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકો જાહેર થયે વર્ષો વિત્યા હોવા છતાંય અંતરિયાળ વિસ્તારમાં આજદિન સુધી સરકારે નવીન બસ સ્ટેન્ડ ઉભુ કરવા કોઈપણ પ્રકારની વિચારણા કરી નથી, ત્યારે સ્થાનિક રહીશો તેમજ આવતાં પર્યટકોને અંતરિયાળ વિસ્તારમાં બસ સ્ટેન્ડ ન હોવાને લઇ બસમાં મુસાફરી કરવી પણ મુશ્કેલ બનતી હોય છે.

અંતરિયાળ વિસ્તારમાં વસતા આદીવાસી સમાજને ચૂંટણી ટાંણે રાજકીય પક્ષો બસ સ્ટેન્ડ અને એસટી. ડેપો મંજૂર થયાની વાતો કરી પોતે મત લઇ જતાં રહેતાં હોય છે, અને બાદમાં તેઓ સત્તામાં આવ્યા પછી વિજયનગરની વર્ષો જુની માંગ પુરી કરવામાં સક્ષમ રહ્યા નહીં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. જોકે, આવનાર દિવસોમાં વર્ષો જુની બસ સ્ટેન્ડ અને એસટી. ડેપોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #Protest #Locals #fasting #ST Depot #Vijayanagar
Here are a few more articles:
Read the Next Article