સાબરકાંઠા જિલ્લાના ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અત્યારથી જ ખેતીના વિવિધ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે
સાબરકાંઠા જિલ્લાના ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અત્યારથી જ ખેતીના વિવિધ પ્રકાર,ખેતીના વિવિધ આયામ,ખેતીમાં ઉપયોગી વિવિધ પદ્ધતિ જેવી કે ગ્રીન હાઉસ,નેટ હાઉસ, હાઈડ્રોપોનિક્સ ખેતી, ડ્રીપ ઇરિગેશન,જીવામૃત બનાવવું, જૈવિક ખાતર બનાવવુ,ઔષધબાગ જેવી બાબતો પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવે છે. શાળામાં બાળકોના આરોગ્યની ચકાસણી અને ફર્સ્ટ એઇડ બોક્સની નિભાવણી શાળાના બે બાલ ડોક્ટર દ્વારા થાય છે.શાળામાં ઓછો BMI ધરાવતા બાળકોને અલગ તારવી તેમને અલગ રીતે ટ્રીટ કરાય છે. તમામ બાળકોનું શાળા દ્વારા એક હેલ્થ રિપોર્ટ કાર્ડ બનાવાયું છે. જેમાં દર મહિને આ બાળકોનો BMI તપાસીને નોંધાય છે.શાળામાં છાત્રાઓ માટે ઈલેક્ટ્રોનિક સેનેટરી પેડ ATM પણ લગાવવામાં આવ્યા છે. શાળામાં શાળા બજાર, ખોયા-પાયા, અક્ષયપાત્ર,ભાષા કોર્નર,ગણિત વિજ્ઞાન કોર્નર,હેલ્થ કોર્નર, આજનો દિવસ, આજનો સ્પેલિંગ,હાજરી ધ્વજ, શાળા બેન્ક જેવી અનેક બાલ વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ ચલાવાય છે. શાળામાં એક દીવાલ એવી છે જ્યાં ઘણી બધી દીવાલ ઘડિયાળ લગાવેલી છે જ્યાં ભારતના પ્રમાણ સમયની સાથે સાથે જુદા જુદા દેશોના મુખ્ય નગરોમાં કેટલા વાગ્યા હશે એ લાઈવ જોઈ શકાય એ રીતની પ્રવૃત્તિ બાળકો દ્વારા કરાવાય છે.