-
વડાલીમાં પરિવારનો સામુહિક આપઘાતનો મામલો
-
પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા ખળભળાટ
-
સામુહિક આપઘાતમાં માતા પિતાનું મોત
-
માતા બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
-
પોલીસ તંત્ર દ્વારા ઘટનાની શરૂ કરાઈ તપાસ
સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતપિતાનાં મોત નીપજ્યા છે.જ્યારે 3 બાળકોએ હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ સગર પરિવારના સભ્યોએ કર્યો છે. એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી.પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવતા ભારે હડકંપ મચી ગયો છે અને સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન માતાપિતાના મોત નીપજ્યા છે.જ્યારે ત્રણ બાળકો હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જો કે સામૂહિક આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે અને અચાનક આપઘાતના પગલે પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.