/connect-gujarat/media/post_banners/9012d83eb6e644622a156ef266ea9dfcf7e66b3e66ac0375445abb707ae5ca24.jpg)
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હિંમતનગર ખાતે યોજાયેલ કિસાન સન્માન કાર્યક્રમમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અને સન્માન પત્ર એનાયત કર્યા હતા. રાજ્યમાં થઈ રહેલ વિવિધ ગુન્હાઓને લઈને ગ્રુહ પ્રધાન દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામના પંચાલ પરિવારના પતિ-પત્નીની હત્યા બાબતે નિવેદન આપ્યું હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. મહીસાગર એસપી સાથે ચર્ચા કરી એલસીબી અને એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ નિવેદન આપ્યું હતું.