/connect-gujarat/media/post_banners/7f62ac8282b5727e84a0f00622f49d7617c7eb75470fbcd9ac57b5decfb31486.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હાલ ગરમીને લઈને બિમારીઓ સહિત રોગચાળો અટકાવવા માટે વિવિધ ખાધ્ય પદાર્થોનુ નાગર સેવા સદનની ટીમ દ્વારા ચેકીંગ સહિત દંડ વસુલ કરવામા આવ્યો હતો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ હિંમતનગર તથા પ્રાંતિજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે પ્રાંતિજ બજાર સહિત વિસ્તારમા ઠંડા પીણાનો ધંધો કરતા તથા ફુટનુ વેચાણ કરતા તથા ખાધ્ય તેલ સહિત અખાદ્ય પદાર્થોનુ સરપાઇઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ.જેમા ભાંખરીયા બસસ્ટેશન , એપ્રોચરોડ, બજાર સહિત વિસ્તારમા ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ અને ૫૦૦થી ઉપર દંડ વસુલ કરવામા આવ્યો હતો જેમા કુલ-૪૦૦૦નો દંડ વસુલ કરવામા આવ્યો હતો