/connect-gujarat/media/post_banners/87febc6ffd5c76111b0ab0f7ef5623ad59f15a49f40761d9bb25122304efccb0.webp)
સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરની કોલેજ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ન પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ ખાતાના 13 જેટલા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડોગ-શો અને ઘોડા સવારી કરીને જવાનોએ કરતબ બતાવ્યા હતા. વડાલીના વિવિધ શાળાના વિધાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા, જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર 42 કર્મચારીઓને ચેક, સન્માનપત્ર અને ટ્રોફી આપીને સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.