સાબરકાંઠા: મગફળીના પાકમાં વરસાદ ખેંચાતા જીવાત અને ફુગજન્ય રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો

મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો  ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે

author-image
By Connect Gujarat Desk
New Update

સાબરકાંઠામાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં વધારો

વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં જીવાતથી નુકસાન

 ફુગજન્ય રોગથી પણ મગફળીના પાકને નુકસાન 

દવાનો છંટકાવ કરવા છતાં પાકમાં જીવંત અને ફૂગ યથાવત

સરકાર કોઈ સહાય કરે તેવી ખેડૂતોની માંગ 

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો  ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. 

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડુતોએ મગફળીનું મબલખ વાવેતર કર્યું હતું.પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતા ખેડુતોની મુશ્કેલીઓ વધી છે,એક તો વરસાદ ઓછો છે તો ભુંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગ જન્ય રોગચાળો વકર્યો છે. સફેદ ફુગ અને કાળી ફુગ એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ સડી જાય છે.

તો કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે.જેના કારણે ખેડૂતોએ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.ખેડૂતો દ્વારા જીવાત અને ફૂગ થી પાકને બચાવવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે,પરંતુ વરસાદના અભાવને કારણે દવા પણ અસર કરતી ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે,અને સરકાર દ્વારા તેઓને યોગ્ય સહાય કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.

Latest Stories