Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતી નાગપાંચમની પૂજા, જુઓ સાંપ પ્રત્યે જીવદયા પ્રેમીની લાગણી

હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

X

હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જોકે, આ દિવસે સાંપ ક્યાંય દેખાતા નથી, અને જો ક્યાંય સાંપ દેખાય તો તે શુભ માનવામાં આવે છે, ત્યારે આજે અમે તમને એક એવા જીવદયા પ્રેમીને મળવવા જઈ રહ્યા છે. જેમની સાંપ પ્રત્યેની લાગણી જોઈ તમે પણ આશ્વર્ય પામી જશો...

નાગપાંચમનો તહેવાર હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. નાગપાંચમ ભોલેનાથના પવિત્ર શ્રાવણ મહિનામાં આવે છે. આ દિવસે ભક્તો નાગ અને ભોળાશંભુની પૂજા કરવા માટે શિવ મંદિરોમાં જાય છે. લોક માન્યતા મુજબ નાગ પર્વના દિવસે નાગ એટલે કે, સાંપ દેખાતો નથી અને ભાગ્યે જ કોઈ સાંપને જુએ છે. જો સાંપ જોવામાં આવે તો તે વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે. આ દિવસે ભક્તો નાગ દેવતાને દૂધ ચડાવવા જાય છે. પરંતુ સાંપ કોઈ દિવસ દૂધ પીતો નથી. તમે જે જોઈ રહ્યા છો, તે દુનિયાનો સૌથી ઝેરી સાંપ છે. પરંતુ સાબરકાંઠા જીલ્લાના નિકુલ શર્માને સાંપ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે, તેઓ આ ઝેરી સાંપને પોતાની વાતોથી લલચાવીને પકડી લે છે. અત્યાર સુધી તેઓ હજારો સાંપ પકડી ચૂક્યા છે, અને પછી તેમને જંગલમાં મુક્ત કરી દેતા હોય છે. તેમને દરેક પ્રકારના સાંપ અને નાગનું જ્ઞાન છે.

લોકો નાગપાંચમે સાંપ જોવા જાય છે, પરંતુ તમે આવા સાંપ ભાગ્યે જ જોયા હશે, કેમેરામાં કેદ થયેલા આ તમામ સાંપ પણ દુનિયાના સૌથી ઝેરી સાંપ છે. જે લોકો સાંપના નામે સાંપના સ્ટંટ કરે છે, તેઓ પૈસા ભેગા કરે છે. અને કહે છે કે, સાંપને દૂધ પીવાડવવા માટે પૈસા આપો. પરંતુ સાંપ ક્યારેય દૂધ પીતા નથી. લોકો સાંપની આવી માન્યતાઓ પણ માને છે, તે તદ્દન ખોટી છે. નિકુલ શર્મા સાબરકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાંથી સાંપ પકડે છે, અને તેમને જંગલમાં છોડી દે છે. જીવદયા પ્રેમીને તેમના સાંપ મિત્રો સાથે ખૂબ લગાવ છે, કોઈ સાપને જુએ તો પણ ડરી જાય છે, તો નિકુલ શર્મા સાંપ સાથે વાત પણ કરે છે. તેમણે લોકોને સાંપ ન મારવાનો પણ સંદેશો આપ્યો હતો. જોકે, નાગપાંચમ એ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર છે, અને આ દિવસે દરેક જગ્યાએ મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે.

Next Story