Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ભારે વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન, ઉભા પાક પર પાણી ફરી વળ્યુ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાક પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.

X

ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરી લીધું હતું. સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેવું હતું પરંતુ ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ મગફળી અને કપાસ તેમજ શાકભાજી જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે. જેને લઇને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે.

વરસાદને કારણે હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલી મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે. કપાસ અને મગફળીનો હાલનો સમય શરુઆતનો જ છો અને આ સમયે વરસાદ વરસતા ઉગેલા કપાસ અને મગફળી પીળાં પડી જશે સાથે રોગચાળો પણ આવવાની દહેશત છે.

Next Story