સાબરકાંઠા: હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાનમાં રોડ-રસ્તાની સફાઈ કરાઈ,પૌરાણિક વાવોની સફાઈ ભુલાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા શહેરમાં સાત દિવસનું મેગા સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા: હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાનમાં રોડ-રસ્તાની સફાઈ કરાઈ,પૌરાણિક વાવોની સફાઈ ભુલાઈ
New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા શહેરમાં સાત દિવસનું મેગા સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જોકે પૌરાણિક વાવની સાફ સફાઈ ન કરવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે

સાબરકાંઠાના હિંમતનગરમાં પાલિકા દ્રારા સાત દિવસ મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં નામાંકિત કોન્ટ્રાકટરોના સહયોગથી એક સાથે પાલિકાના નવ વોર્ડમાં સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં સાત દિવસ દરમિયાન 200 ટન જેટલો કચરો નીકળ્યો હતો જો કે હિંમતનગરના UGVCL કચેરી પાસે આવેલી સન 1578ની જુની વાવ જે અંદાજે 445 વર્ષ જૂની હોવાનું પ્રદશિત કરેલી માહિતી પરથી જણાઈ આવે છે ત્યારે શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે કે શહેરની પૌરાણિક વાવો ઉપરાંત પૌરાણિક સ્થળોને સાફ સફાઈ કરાવીને શહેરજનોનાં મુલાકાત સ્થળ બનાવવા આયોજન કરવું જોઈએ છે તો હિંમતનગરમાં હાજીપુરામાં આવેલ UGVCL પાસેની પૌરાણિક વાવ હાલમાં ઝાડી ઝાંખરા ઉપરાંત કચરો પણ જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા સફાઈ કચરાપેટી બનેલી ઐતિહાસિક ધરોહરની સફાઈ થાય તેવું શહેરજનો ઝંખી રહ્યા છે.

#Gujarat #CGNews #Sabarkantha #Himmatnagar #roads #Cleanliness campaign #Seeds #cleaned
Here are a few more articles:
Read the Next Article