સાબરકાંઠા: પ્રાંતિજમાં ગ્રામીણ પરંપરા મશાલ જ્યોત યંત્ર યુગમાં પણ યથાવત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા ભારતીય સંસ્કૃતિ આજે પણ અંકબંધ છે,

New Update

પ્રાંતિજમાં દિવાળી પર્વમાં મશાલ જ્યોતની પરંપરા, વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા ભારતીય સંસ્કૃતિ આજે પણ અંકબંધ છે,અને દિવાળીના પર્વમાં મશાલના પ્રતિકરૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામીણ પરંપરા સૌનો સાથ સૌનો વિકાસએ મંત્ર સાથે યથાવત છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મશાલ જ્યોતની ગ્રામજનોએ પરંપરાને જીવંત રાખી છે.નાના બાળકો અને કિશોરો શેરડીના સાઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાસલીથી બનાવેલી મશાલ જ્યોત ઘરે ઘરે થી તેલ પુરાવાની અર્થાત સહયોગ માંગવાની એક અનોખી શૈલી નિર્માણ થઇ છે.
કાગ માંગણીમાં આગીમ માગીમ તેલ પુરાવો, ના હોય તો ધી પુરાવો ના કાલાઘેલા શબ્દો સાથે સૌનો સાથ લઇ પ્રકાશ પ્રસરાવવાનો આ અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિ આજે પણ જીવંત છે.અને મશાલ જયોત યંત્ર યુગમાં પણ યથાવત છે.
#Gujarat #CGNews #Sabarkantha #celebrate #Diwali #Mashal Rally
Here are a few more articles:
Read the Next Article