સાબરકાંઠા : સાબર ડેરીએ દૂધની થેલીઓ પર લખ્યા સૂત્રો, લોકશાહીના પર્વમાં સહભાગી થવા લોકોને અપીલ...

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી પૂર્વે સાબર ડેરી દ્વારા અનોખા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા : સાબર ડેરીએ દૂધની થેલીઓ પર લખ્યા સૂત્રો, લોકશાહીના પર્વમાં સહભાગી થવા લોકોને અપીલ...
New Update

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી પૂર્વે સાબર ડેરી દ્વારા અનોખા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અવસર 2022ને લઈ દૂધની થેલી સહિતની ચીજવસ્તુઓ પર 'ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ'ની લોકોને અપીલ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન તા. 5 ડિસેમ્બરે યોજાશે, ત્યારે આ દિવસે વધુમાં વધુ મતદારો પોતાનો અમૂલ્ય મત આપે અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે ઉદ્દેશ્યથી વહીવટી તંત્ર દ્વારા અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેવામાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા દૂધની થેલી ઉપર મતદાન જાગૃતિ અંગે અવસર લોકશાહીનો "ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ"ની લોકોને અપીલ કરવામાં આવી છે.

આ આભિયાન દ્વારા ઘરે-ઘરે આ દૂધની થેલીઓ થકી લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિને મતદાન કરવા પ્રેરણા મળે તેમજ મતદાનના દિવસે પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના અવસરમાં પોતે સહભાગી તે માટે સાબરકાંઠા જીલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન વધુ તેજ બન્યું છે.

#Sabarkantha #Sabar Dairy #Gujarat Election 2022 #Connect Gujarat #festival of democracy #appealing #Gujarat #milk bags #Beyond Just News #Election 2022
Here are a few more articles:
Read the Next Article