સાબરકાંઠા: યુવાને સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોએ કાંટામાંથી કમાણી કરી, ફિંડલાના જ્યૂસ-જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર

સાબરકાંઠાના યુવાનના સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોએ કાંટામાંથી કમાણી કરી, ફિંડલાના જ્યૂસ-જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર કર્યું હતું.

સાબરકાંઠા: યુવાને સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોએ કાંટામાંથી કમાણી કરી,  ફિંડલાના જ્યૂસ-જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર
New Update

સાબરકાંઠાના યુવાનના સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોએ કાંટામાંથી કમાણી કરી, ફિંડલાના જ્યૂસ-જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર કર્યું હતું.

100 ગામમાં ફિંડલાની ખેતીથી 300 મહિલાને રોજગારી મળી કાંટામાંથી કમાણી આ શબ્દો સાંભળતાં થોડું અજુગતું લાગે, પરંતુ આ વાતને શક્ય કરી બતાવી છે સાબરકાંઠા જિલ્લાના એક યુવાને. રાજ શાહના સ્ટાર્ટઅપે સૌરાષ્ટ્રના ખેડૂતોને કાંટાની ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે. કોઇપણ પ્રકારનો વધારાના ખર્ચ વિના ખેડૂતો ઘર બેઠા એકદમ સરળતાથી રૂપિયા 20-30 હજારનો પાક ઉતારી રહ્યા છે. 100થી વધારે ગામડાંમાં 300થી વધુ લોકોને રોજગારી મળી રહી છે. રૂ.20ના કિલોના ભાવે ફિંડલાનું વેચાણસાબરકાંઠાના બાયડ પાસેના ગાબટ ગામના રાજ શાહ નામના સ્ટાર્ટઅપે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જસદણ, જામનગર વિસ્તારના ખેડૂતોને કાંટામાંથી કમાણી કરતા કરી દીધા છે. રાજ શાહ પોતે ફિંડલા કે જેને હાથલિયા થોર તરીકે ઓળખાય છે, એમાંથી જ્યૂસ અને જામ બનાવે છે. હાથલિયા થોરના ફળમાંથી જ્યૂસ સહિતની પ્રોડક્ટ્સ બનાવવા માટે રૂપિયા 20 પ્રતિ કિલોના ભાવે ખેડૂતો પાસે હાથલિયા થોરના કાંટામાંથી એનું ફળ (ફિંડલા) ખરીદે છે. એ બનાવવા માટે ખાસ રાજ શાહ દ્વારા જૂનાગઢમાં એનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થઈ છે.ફિંડલાનો જ્યૂસ પીવાથી હીમોગ્લોબિન વધે છે

પથરાળ જમીનમાં વિવિધ પ્રકારના કાંટા ઊગી નીકળતા હોય છે, જેમાં હાથલિયા થોરના કાંટાનો સમાવેશ પણ થાય છે, જેનું ફળ ફિંડલાના નામથી ઓળખાય છે. આ ફળનો રસ ખાસ હીમોગ્લોબીન, કેન્સર, સગર્ભા મહિલા, મેદસ્વિતાની સમસ્યા સામે અસરકારક સાબિત થાય છે. રાજ શાહનું કહેવું છે કે આજે હાથલિયા થોરમાંથી બનતા જ્યૂસ અને જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર છે, આ પ્રોડક્ટની વર્ષ 2019માં પેટન્ટ પણ તેઓ મેળવી ચૂક્યા છે. આગામી દિવસોમાં તેઓ આ પ્રોડક્ટ્સ વિદેશ, એટલે કે યુએસમાં મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.

#Gujarat #Connect Gujarat #Sabarkantha #Farmer #juice #earn money #Saurashtra farmers #Jam #Annual turnover
Here are a few more articles:
Read the Next Article