Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : મોટી બોખમાં યોજાય સ્પેશિયલ ડ્રાઈવ, ફાયર વિભાગની કામગીરીથી લોકોને વાકેફ કરાયા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના માર્કણ્ડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ મોટી બોખમાં બોટ મારફતે બચાવની કામગીરી સહિત બચાવના સાધનો તથા ફાયર વિભાગના કર્મચારીઓની કામગીરી અંગે લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. બોખ ખાતે પાણીમાં બચાવ ટીમની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વડાલી, ઇડર, ખેડબ્રહ્મા અને તલોદ સહિતની ફાયર ટીમો ઉપસ્થિત રહી હતી.

પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ દિપક કડીયા તથા ચીફ ઓફિસર હિરેન સોલંકીએ ફાયર જવાનોની કામગીરી નિહાળી તેઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર એચ.જી.ઝાલા, જિલ્લા ડીપીઓ મેધના રબારી, હિંમતનગર ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડા, ઇડર ફાયર ઓફિસર કમલેશ પટેલ, પ્રાંતિજ ફાયરમેન મુકેશ પરમાર સહિતના ફાયર જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story