સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની હાથમતી કેનાલના પાણીમાં નવજાત બાળકનું ભ્રૂણ તરતુ હોવાની માહિતી બાદ હિંમતનગર ફાયર બ્રીગેડની ટીમે કેનાલના પાણીમાંથી મૃત ભૃણને બહાર કાઢ્યું હતું.
હાલ વરસાદી માહોલ વચ્ચે હિંમતનગર નજીક હાથમતી નદી કેનાલમાં નવજાત બાળકનું મૃત હાલતમાં ભ્રુણ તરતુ દેખા દેતા આસપાસના વિસ્તારમાંથી લોકો કેનાલ તરફ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રીગેડની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે કેનાલના પાણીમાં તરતા નવજાત બાળકના મૃત ભ્રુણને ફાયર બ્રીગેડની ટીમે બહાર કાઢ્યું હતું. સમગ્ર મામલે હિંમતનગર એ' ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.