Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : બાળકીને હતી માથાના વાળ ખાવાની કુટેવ, જુઓ પછી પેટમાં દુ:ખાવો ઊપડતાં શું થયું..!

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વણજર ગામની 13 વર્ષીય બાળકીના પેટમાં વાળનું ગૂચળું હોવાનું સોનોગ્રાફીમાં બહાર આવ્યું હતું

X

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વણજર ગામની 13 વર્ષીય બાળકીના પેટમાં વાળનું ગૂચળું હોવાનું સોનોગ્રાફીમાં બહાર આવ્યું હતું, ત્યારે સાબરકાંઠાના તબીબોએ બાળકીની સફળ સર્જરી કરી હોજરીમાંથી 510 ગ્રામ વાળનું ગૂચળું બહાર કાઢ્યું હતું.

તબીબી પરીક્ષણમાં 1 લાખ વ્યક્તિએ ટ્રાઇકોબ્રેજા નામની બીમારી માત્ર એક વ્યક્તિમાં સામે આવતી હોય છે, ત્યારે આ ગંભીર બીમારી અરવલ્લીના ભિલોડાના વણજર ગામની 13 વર્ષીય બાળકી રીંકુબા જાડેજામાં જોવા મળી હતી. બાળકીના વાળ દિવસેને દિવસે ઓછા થતા હોવાથી પરિવારે તેના વાળ ખરતા હોવાની પણ દવા કરાવી હતી. જોકે, બાળકીને પેટમાં વધુ પડતો દુ:ખાવો થતા તેની સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવ્યુ હતું, ત્યારે તેના પેટમાં વાળનો જથ્થો ભેગો થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.

ટ્રાઇકોબ્રેજા બીમારીના કારણે દર્દી પોતાના જ માથાના વાળ તોડીને ખાતા હોય છે. વાળ ખાવાની કુટેવના કારણે ધીમે ધીમે આ વાળનો જથ્થો પેટમાં ભેગો થતો હોય છે. આ બાળકી પણ છેલ્લા 7 વર્ષથી પોતાના વાળ તોડીને આરોગતી હતી, ત્યારે તબીબે સર્જરી કરી બાળકીના પેટમાંથી 510 ગ્રામ જેટલું વજન ધરાવતા વાળનું ગૂંચળુ સફળતા પૂર્વક બહાર કાઢ્યું હતું. જોકે, 45 મિનિટ સુધી ચાલેલા ઓપરેશન બાદ બાળકીની તબિયત સ્વસ્થ હોવાનું પણ તબીબે જણાવ્યુ હતું.

Next Story