સાબરકાંઠા:હિંમતનગરની આંગણવાડી નજીક જ ગટરના પાણી નદીમાં ફેરવાયા,25થી વધુ ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં

સાબરકાંઠા જીલ્લામાં તંત્રની ઘોર બેદરકારી, આંગણવાડી નજીક જ ગટરના પ્રદૂષિત પાણી ભરાયા

New Update
સાબરકાંઠા:હિંમતનગરની આંગણવાડી નજીક જ ગટરના પાણી નદીમાં ફેરવાયા,25થી વધુ ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં

સાબરકાંઠા જીલ્લાના હિમતનગરમાં GIDCમાં આવેલી આંગણવાડી ગંદકીથી ઘેરાઈ છે. વરસાદી પાણી અને ગટરનું પાણી ભેગું થાય છે અને આગણવાડીમાં ભરાય છે. આ ગંદકી વચ્ચે આગણવાડીના બાળકો શિક્ષણ લે છે અને હિંમતનગરની આગણવાડીમાં બાળકો રોગચાળા વચ્ચે શિક્ષણ લઇ રહ્યા છે. આ અંગે પાલિકા પ્રમુખ અને સ્થાનિક સદસ્યને જાણ કરી છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઇ નથી.ગંદુ પાણી બાળકો સુધી પહોંચી જાય છે.હિમતનગર નગરપાલિકા વિસ્તારમાં જીઆઈડીસીમાં આઈસીડીએસની આંગણવાડી આવેલી છે, જ્યાં 25થી વધુ બાળકો આંગણવાડીમાં આવી શિક્ષણ લે છે.

આ જ આંગણવાડીની આસપાસ ગંદકી ખદબદી રહી છે. એટલું જ નહીં આગણવાડીની આગળ રોડ પર વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ ગયું છે અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે વરસાદ આવતા ગંદુ પાણી ઉભરાઈને આંગણવાડીમાં આવી જાય છે ત્યારે તનરા દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવે એવી માંગ સંચાલકો દ્વારા કારવામાં આવી છે

Latest Stories