/connect-gujarat/media/post_banners/de3a8ec6eef41192780ad64d226e34857fd98e299ed33f3012e69105cd986363.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદર ગામે રીંછના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, દૂધમંડળીના CCTV કેમેરામાં આ રીંછ કેદ થતાં વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
હિંમતનગરના પીપોદર ગામે ગત રવિવારની રાત્રિના સમયે કોતરોમાં ફરતું ફરતું રીંછ ગામમાં આવી ચઢતા વનવિભાગને જાણ કરાઈ હતી. છેલ્લા 2 દાયકામાં પ્રથમ વખત રીંછ દેખાયાની ઘટનાની ચકાસણી કરતાં ગામની દૂધ મંડળીના CCTV કેમેરામાં રીંછના આંટાફેરા જોવા મળતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, રીંછનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. હિંમતનગર RFOએ જણાવ્યું હતું કે, વન વિભાગે ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદી સહિત વાંઘા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. રીંછ એક જ વાર જોવા મળ્યું છે, અને ગામની દૂધ મંડળીના CCTVમાં રોડ ક્રોસ કરી ઝાડીઓમાં જતું દેખાય છે. ધરોઈ આસપાસના વિસ્તારમાં રીંછનું રહેઠાણ હોવાનું અનુમાન છે, ત્યારે હાલ તો રીંછને પાંજરે પુરવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/13/brc-2025-08-13-21-48-04.jpg)