Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજના આ ગણેશ મંદિરે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ખાસ આરાધના,જુઓ શું છે કારણ

વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખોડીયાર કુવા પાસે આવેલ ચિંતામણિ ગણપતિ દાદાના મંદિર ખાતે વેપારી ચોથને લઈને વેપારીઓએ ઉપવાસ કરી ગણપતિ દાદાના દર્શન કરી આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે અને મોટા ભાગના વેપારીઓ આ ચોથ કરતા હોય છે ત્યારે પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તારમા આવેલ ચિંતામણિ ગણપતિ દાદાના મંદિરે વેપારી ચોથ હોય અને આ ચોથનુ ખૂબજ મહત્વ હોય વેપારીઓ દ્રારા પોતાના વેપાર ધંધા માટે ગણપતિ વેપાર ચોથ કરી ઉપવાસ કરતા હોય છે ત્યારે પ્રાંતિજ ના વેપારીઓએ પણ વેપારી ગણપતિ ચોથ કરી ઉપવાસ કરી વિધ્નહર્તાના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રાંતિજ ખાતે આવેલ ચિંતામણિ ગણપતિ દાદાના મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.

Next Story