Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કુદરતી આપત્તિઓને પહોંચી વળવા હિંમતનગરના ફાયર ફાઇટરો રૂ. 2.50 કરોડના રેસ્ક્યુ ટેન્ડર સાથે સજ્જ...

ઈમરજન્સી રેસક્યુ ટેન્ડર સાથે તમામ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ફાયર વિભાગની ટીમ વધુ મજબૂત અને સક્ષમ બની છે.

X

ઈમરજન્સી રેસક્યુ ટેન્ડર સાથે તમામ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ફાયર વિભાગની ટીમ વધુ મજબૂત અને સક્ષમ બની છે.

સાબરકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ઈમરજન્સી રેસક્યુ વાન હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવવામાં આવી છે. જેનાથી હિંમતનગર ફાયર ટીમ આકસ્મિક સંજોગેને પહોચી વળવા વધુ મજબૂત અને સક્ષમ બની છે, ત્યારે હાલ વાવાઝોડાને પગલે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે હિંમતનગર ફાયર ટીમ સંપૂર્ણપણે સજ્જ છે. આ બાબતે હિંમતનગર નગરપાલિકા ફાયર સ્ટેશનના ફાયર ઇસ્પેક્ટરશ્રી ગઢવીએ જણાવ્યું હતું કે, હાલ ફાળવેલ અત્યાધુનિક ઈમરજન્સી રેસક્યુ વાન હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિકલ જેવા 500થી વધુ સાધનોથી સજ્જ છે. આ સાથે 2 ફાયર ફાઇટર, 3 વોટર બાઉઝર, મીની ફાયર ટેન્ડર, યોદ્ધા પીકઅપ-વાન વિથ ફાર્મટ્રોલી, બુલેટ વિથ માઉન્ટેડ વોટર મીસ્ટ, 2 ફ્લડ રીલીફ બોટ, પોર્ટેબલ ઇન્ફલેબલ ઇમરજન્સી લાઇટ સીસ્ટમ, વાયરલેસ વોકી ટોકી, 2 જનરેટર, 2 ડી-વૉટરીંગ પંપ, 2 કેમેરા સાથે બિપરજોય વાવાઝોડાને પગલે 17 ફાયર ફાઇટરોની ટીમ લોકસેવા માટે ઈમરજન્સી રેસક્યુ વાન સાથે હંમેશા તત્પર છે.

Next Story