સાબર ડેરી પર પશુપાલકોનો હલ્લાબોલ
દૂધના ફેટના ભાવમાં ઓછો ભાવ મળતા વિરોધ
પશુપાલકો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ
પશુપાલકોનો પોલીસ પર પથ્થરમારો
પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા
મામલો બિચકતા પરિસ્થિતિબની તંગ
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો,અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતાં પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાતા મામલો બિચક્યો હતો.
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી પણ દોડી આવી હતી,પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે ડીવાયએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા આવી પહોંચ્યો હતો. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.
પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો.અને વણસેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કર્યા હતા.