સાબરકાંઠા: હરિયાણામાં શોભાયાત્રા પર થયેલ હુમલા બાબતે VHPનું વિરોધ પ્રદર્શન

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરિયાણાના મેવાત પ્રાંતમાં શોભાયાત્રા ઉપર કરાયેલ હુમલાને લઈને વિરોધ કરીને પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે.

New Update
સાબરકાંઠા: હરિયાણામાં શોભાયાત્રા પર થયેલ હુમલા બાબતે VHPનું વિરોધ પ્રદર્શન

સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરિયાણાના મેવાત પ્રાંતમાં શોભાયાત્રા ઉપર કરાયેલ હુમલાને લઈને વિરોધ કરીને પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે.

હરિયાણાના મેવાત પ્રાંતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની શોભાયાત્રા પર વિધર્મી જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા શષડયંત્ર પૂર્વકનો હુમલો કરી હત્યાના ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સહિત કાર્યકરો એકઠા થયા હતા. વીએચપી દ્વારા હિન્દૂ જાગરણની ધૂન કરવામાં આવી હતી.વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હુમલાખોરોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી