સાબરકાંઠા: જીલ્લામાં પાણીની સર્જાય શકે છે કટોકટી,20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો !

જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે.

New Update
સાબરકાંઠા: જીલ્લામાં પાણીની સર્જાય શકે છે કટોકટી,20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો !

સાબરકાંઠા જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે. બીજી તરફ નર્મદાના પાણીની માંગણી કરી પરંતુ હજી શરુ થયું નથી તો પાણી પુરવઠા વિભાગ અગામી દિવસમાં મોટરો મુકીને પાણી લેવું પડી શકે છે.

સાબરકાંઠા જીલ્લામાં સાત જેટલા જળાશય આવેલા છે અને એમાં પણ હાથમતી અને ગુહાઈ જળાશય મહત્વના છે ત્યારે ગત ચોમાસામાં ઓછા વરસાદને લઈને ગુહાઈ જળાશય ઓછો ભરાયો હતો. તો હાથમતીમાં સારું પાણી આવ્યું હતું. ગુહાઈ જળાશયમાં ઓછુ પાણી હોવાને લઈને ખેતીમાં પાણી આપ્યું ન હતું તો હાથમતી જળાશયમાંથી શિયાળુ ખેતી માટે ખેડૂતોને પાચ પાણ આપ્યા હતા.હવે બંને જળાશયમાં માત્ર પીવાના પાણી આપી શકાય તેટલું પાણી હતું.

હાથમતી જળાશયમાંથી ભિલોડાના ગામડાઓને પાણી આપવામાં આવે છે જયારે ગુહાઈ જળાશયમાંથી હિમતનગર તાલુકાના ૨૫, ઈડરના ૧૭ ગામોને ઉપરાંત હિમતનગર શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે દરરોજ પાણી પુરવઠા વિભાગ ધ્વારા બે સે.મી. પાણી લેવામાં આવે છે.એટલે કે મહિનાનું ૫૦ હજાર કિલો લીટર અને દરરોજનું ૧૭૦૦ કિલો લીટર પાણી ગામડાઓ અને શહેરને આપવામાં આવે છે.હાલમાં ગુહાઈ જળાશયમાં ૭.૬ ટકા પાણી છે તો હાલમાં ૧૬૩.૮૩ મીટર સપાટી છે જે ૨૦ દિવસ વપરાશને લઈને બાદ ૧૬૩.૪૩ થશે ત્યાર બાદ પાણી વેલ બહાર તરાપા મુકીને મોટરથી પાણી લેવું પડી શકે છે.

Latest Stories